Gopalgram State
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gopalgram State, Social service, GOPALGRAM, Amreli.
23/05/2024
ઘણા વર્ષો થી ગામના યુવાનો ગામ નું ગૌરવ વધારતા આવ્યા છે આજ પાછુ ગામનું નામ રોશન કર્યું છે
કહેવાય છે ને ખેડૂત ખેતી કરી લાખો લોકો ને અનાજ પૂરું પાડે છે એવી જ રીતે ખેડૂત પુત્ર એ આ વાક્ય ને આજે સાર્થક કરી બતાવ્યું
પોતાની મહેનત થી કંપની ઊભી કરી અને આજ એક વિશાળ હરણ ફાળ તરફ આગળ જઈ રહી છે
ગોપાલગ્રામનું ગૌરવ ગામડે ખેતી કરતાં મહેનતું ખેડૂત બાબુભાઈ વાડદોરીયા નાં પૂત્ર મહેનત કરવામાં ક્યારેય પાછાં ના પડે...
સંદિપભાઈ બાબુભાઈ વાડદોરિયા
સુરતમાં સંઘર્ષ કરી સ્થિર થયા અને રોજડેન નામથી કંપની શરૂ કરી અને તેની પ્રોડક્ટ્સને માર્કેટમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે...બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી બ્યુટી ક્વીન શિલ્પા શેટ્ટીના હસ્તે સફળતાનો એવોર્ડ સ્વીકારી રહ્યો હોય એ આપણાં સૌ માટે ગર્વની વાત ગણાય... ખૂબ-ખૂબ અભિનંદન સહ ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભેચ્છા
Sandip Vadadoriya
Atul Vaddoriya
Ratilal Vadadoriya
Vipul Bhatti
Mayur Vaddoriya
Haresh Bhai B Vala
Gajera Chetan
Chetan Vadadoriya Chetan Vadadoriya
MS Dhoni
Shilpa Shetty Fan Club
Shilpashetty
21/12/2023
આ વ્યક્તિ નો પરિચય આપવાની જરૂર નથી
છતાં જણાવી દવ આ છે ડો દેવકુભાઈ વાળા જેમને આપડા ગામ પ્રત્યે ખુબજ લગાવ રહ્યો છે હમેશા આપડા ગામ ને મદદ રુપ થયા છે
ગોપાલગ્રામ અને ચલાલા પંથકમાં સેવાભાવી વ્યક્તિ તરીકે જેમની ઓળખ છે એવા ડો દેવકુભાઈ વાળા એ ફરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે..ગોપાલગ્રામના નાના પરિવારમાંથી આવતા કાંતિભાઈ રાઠોડ જે આજરોજ જૈન અપાસરા માં મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે ત્રીજા માળ જેટલી ઉંચાઈએ થી પડી જતા કમર અને કરોડરજ્જુ માં ઈન્ટનલી ઇનજરી થતા બેભાન થઈ જતા ભાગદોડ થઈ જવા પામી હતી ત્યારે ડો વાળા સાહેબ ત્યાં આવીને દર્દીને CPR આપીને ભાનમાં લાવીને જરૂરી પ્રાથમિક સારવાર આપીને અમરેલી સરકારી હોસ્પિટલ માં વ્યવસ્થા કરાવી આપેલ અને આજે શ્રમજીવી પરિવારમાંથી આવતા કાંતિભાઈ રાઠોડ સ્વસ્થ છે....
ચલાલા અને ગ્રામ્ય પંથક માં આવા સુજબૂજ વાળા તબીબ નું લોકો ગૌરવ લઈ રહ્યા છે...
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Amreli
365601