Raval Update

Raval Update

Share

જામ રાવલ નું એકમાત્ર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ #RavalUpdate

22/07/2026

દ્વારકા પોલીસ સ્ટેશનના શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું પ્રશંસાપત્ર આપી સન્માન

દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ દરમિયાન ઉચ્ચ કામગીરી, નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. જી. જાડેજાના હસ્તે પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે તેમની ઉત્તમ કામગીરીની પ્રશંસા કરવામાં આવી અને ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠા સાથે ફરજ બજાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

22/07/2026

રાવલનું ગૌરવ: અભિષેક મંગેરા ગુજરાતી ફિલ્મ 'તપ્તી'માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે

રાવલના યુવા કલાકાર અભિષેક મંગેરા હવે ગુજરાતી ફિલ્મ 'તપ્તી' માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તેમની આ સિદ્ધિથી જામ રાવલ સહિત સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી છે. અભિષેકને તેમની ફિલ્મી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.

22/07/2026

રાવલ સરકારી હોસ્પિટલમાં આયુષમાન આરોગ્ય શિબિર; આવતી કાલે જામનગરના નિષ્ણાત તબીબો આપશે સેવાઓ

21/07/2026

PM આવાસ બહાર હાઈ-વોલ્ટેજ વિરોધ; રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ અટકાયતમાં

વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને પણ સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

[ Raval Update, Raval Update News, PM House, PM Awas, Rahul Gandhi, Rahul Gandhi Detain, CJP Protest, Delhi Protest, Priyanka Gandhi, Congress ]

21/07/2026

દિલ્લીમાં જંતર-મંતર પર CJPનો ફરી હલ્લાબોલ; ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદ માર્ચનો એલાન

જંતર-મંતર ખાતે CJPએ ફરી આંદોલન તેજ બનાવ્યું છે. પાર્ટીના નેતા અભિજીત દીપકે જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. CJPએ આજે પણ સંસદ માર્ચ કરવાનો એલાન કર્યો છે.

20/07/2026

રાવલ વિસ્તારના માધાધારમાં ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવાતા ખેડૂતોમાં રોષ; ભાજપે રાવલ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું

રાવલ વિસ્તારના માધાધાર સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં નગરપાલિકાનો ગંદકીભર્યો કચરો ઠાલવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા રાવલ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

[Raval Update, Kalyanpur, BJP, BJP Raval, Raval Nagarpalika, Aavedan Patra]

19/07/2026

રાવલમાં ક્યાંય પણ નબળું કામ ચલાવી લેવામાં નહીં આવે; વિડિયો બાદ નગરપાલિકા પ્રમુખની પ્રતિક્રિયા

રાવલના પાસોડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના ફાઉન્ડેશન અંગે હાથથી કોન્ક્રીટ ઉખડ્યાનો વીડિયો વાયરલ થયા બાદ રાવલ નગરપાલિકા પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "રાવલમાં ક્યાંય પણ નબળી ગુણવત્તાનું કામ ચલાવી લેવામાં નહીં આવે."

19/07/2026

રાવલના પાસોડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ફાઉન્ડેશનની ગુણવત્તા પર સવાલ; હાથથી કોન્ક્રીટ ઉખડ્યાનો દાવો

ડિસ્ક્લેમર: આ સમાચાર સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. Raval Update આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. સંબંધિત વિભાગ અથવા જવાબદાર પક્ષનો પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે.

19/07/2026

રાવલમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Want your business to be the top-listed Media Company in gujarat?
Click here to claim your Sponsored Listing.

Address

Raval
Gujarat
361325