JIH-Modasa

JIH-Modasa

Share

JIH is an Indian socio-religious Organization. Islam is the ideology of the Jamaat-e-Islami Hind. It’s guiding principle is that Islam is a complete way of life.

15/08/2021

Independence Day special article

*દેશની આઝાદીની લડતમાં ગુમનામ આંદોલનોનું યોગદાન*
✍️ મુહમ્મદ જમાલ પટીવાલા (મોડાસા)

https://yuvasaathi.com/contribution-of-anonymous-movement-in-the-freedom-struggle-of-the-country/

Photos from JIH-Modasa's post 15/08/2021

જમાત એ ઇસ્લામી હિન્દ, મોડાસા દ્વારા આજના સ્વાતંત્ર્ય દિવસને સદભાવના પર્વ તરીકે ઉજવવામાં આવ્યો. જે સંદર્ભે વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા. બંધુત્વ અને ભાઈચારા તથા વડવાઓના બલિદાનને યાદ રાખી દેશને મજબૂત બનાવવાના સંદેશ સાથે વિવિધ જગ્યાએ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા. સરસ્વતી હાઈસ્કૂલ, મખદૂમ હાઈસ્કૂલ તેમજ રેડિયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ જેવી વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને અલ્પાહાર સાથે સ્વાતંત્ર્ય અને સદભાવનાના સંદેશ આપતા ગિફ્ટ કાર્ડ વહેંચવામાં આવ્યા. જમાતના કાર્યકરો દ્વારા ન્યૂઝ પેપર આર્ટીકલ્સ અને સોશ્યલ મીડીયા પોસ્ટર્સ દ્વારા આઝાદીના સંગર્ષમાં કોમી ભાઇચારાના ઇતિહાસને ઉજાગર કરી સદ્દભાવનાના સંદેશને વહેતા કરવામાં આવ્યા. આ ઉપરાંત અભિયાનના મુખ્ય કાર્યક્રમ તરીકે વિવિધ સમાજના લોકો સાથે પુરુષો અને સ્ત્રીઓના નાના નાના સ્નેહમિલન અને ચર્ચા ગોષ્ઠિના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું. સ્વતંત્રતા દિવસની આગલી સાંજે જમાતના મહિલા કાર્યકરોએ હિંદુ-મુસ્લીમ મહિલા સામાજિક કાર્યકરો સાથે સદ્દભાવના મીટીંગનું આયોજન કર્યું. જ્યારે સ્વતંત્રતા દિવસની સાંજે ઇકરા લાઇબ્રેરી ઉપર વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને શિક્ષણવિદોને સ્નેહમિલન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ૩૫-૪૦ જેટલા આગેવાનોએ ચર્ચાગોષ્ઠીમાં ભાગ લીધો. જેના ફળસ્વરૂપે વિવિધ સમાજોનો સમન્વય કેળવાય તે હેતુથી મોડાસા સ્તરના સદ્દભાવના ફોરમની રચના કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.
દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પરસ્પર સહયોગ, સહકાર અને પ્રેમ ની ભાવના થકી સૌં સુખમય શાંતિપૂર્ણ સમાજ ની રચનામાં ભાગીદાર થાય તેવા નેક હેતુ થી કરવામાં આવેલ આં આયોજન ને બધા સમાજ તરફ થી ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો.
#આઝાદીનું_પર્વ_સદ્ભાવનાનું_પર્વ

Photos from JIH-Modasa's post 25/07/2021

Two days Tarbiyati Ijtema organised by JIH Modasa for it’s cadres. It consisted of various lectures, interactive session, group activities, Quran study etc. The cadres were guided by leaders namely Jb.M.Shafi Madni sb (National Secretary,JIH), Jb.Shakilahmed Rajput sb (President,JIH-Guj), Dr.Salim Patiwala sb (Dawah Sec, JIH-Guj), Dr Iftikhar Malik Sb (President,JIH-Modasa) as well as other local senior Arkan of JIH.
Prog was attended by large number of cadre with enthusiasm and involvement. The whole prog was very well organised by Jb.Abu Bakr Sheth sb and Jb. M.Salim Bandi.

Photos from JIH-Modasa's post 14/07/2021

#ગૃહઉદ્યોગ_પ્રોત્સાહન

જમાતે ઇસ્લામી હિન્દ મોડાસા દ્વારા મુસ્લિમ મહિલાઓ ના સશક્તિકરણ માટે શરૂ કરેલ હસ્તકળાના પ્રશિક્ષણના ૬ દિવસ પૂર્ણ થતાં અલ્લાહના ફઝલો કરમથી ખૂબ સારી પ્રગતિ થયેલ છે. આવેલ ૧૦ બહેનોએ ખુબજ ટુંક સમયમાં ઘણું બધું શીખી લીધુ છે. આવતા ૭ દિવસમાં ઈંશાઅલ્લાહ તેમનું મૂળભૂત પ્રશિક્ષણ પૂરું થશે. ત્યારબાદ તેમને મેળવેલ પ્રશિક્ષણના આધારે તેમને યોગ્ય કામ આપી તેમના દ્વારા તૈયાર થતી વસ્તુઓના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તે માટેનું આયોજન પણ ખૂબ મહત્વનું છે. અલ્લાહ થી દુઆ કરીએ કે એક નેક મકસદ માટે શરૂ કરેલ આં કાર્યને ખૂબ પ્રગતિ આપે...આમીન.
આ કાર્યમાં બહેન સાજીયાં શેઠ દ્વારા કરવામાં આવેલ નિખાલસ મહેનતને અલ્લાહ કબૂલ કરે અને દુનિયા આખેરતમાં તેમને ખૂબ મોટો બદલો આપે...આમીન.

Want your organization to be the top-listed Non Profit Organization in Modasa?
Click here to claim your Sponsored Listing.

Address

Iqra Reference Library
Modasa
383315