Vishv Umiya Foundation

Vishv Umiya Foundation

Share

Vishv Umiyadham—a magnificent centre of divinity, unity, and energy
Building the nation's consciousness through spiritual consciousness meters.

18/05/2026

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજ ઉત્થાન માટે ચાલતી ૨૨ પ્રવૃત્તિઓ પૈકીની અત્યંત મહત્વની પ્રવૃત્તિ 'સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ' અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ખાતે વિજય હેલ્થ & ફિટનેસ (ભિવંડી-મુંબઈ)ના સહયોગથી 'નિઃશુલ્ક નૈસર્ગિક ઉપચાર કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કેમ્પમાં આવેલા દર્દીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગરૂક બને તે હેતુથી સંસ્થાના પ્રમુખ શ્રી આર. પી. પટેલ સાહેબે ખાસ હાજરી આપી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જગતજનની મા ઉમિયા તમામ ભક્તોના દુઃખ હરીને તેમને નિરોગી જીવન અર્પે તેવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના.

18/05/2026

શિક્ષણ સહાય યોજના (2026/27) અંતર્ગત આપ સૌ VUF (Vishv Umiya Foundation) ની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફોર્મ સબમિટ કરી શકો છો. જો કોઈ વિદ્યાર્થી કે વાલીને ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય, તો તેઓ સંસ્થાનો ફોન Mo. 72020 80333 / 72020 80222 પર સંપર્ક કરી શકે છે અથવા રૂબરૂ આવીને ફોર્મ સબમિટ કરવા માટે જરૂરી સહાય મેળવી શકે છે.

આ યોજના મુખ્યત્વે ધોરણ 10 અને 12 પછીના ઉચ્ચ અભ્યાસ (Diploma/Degree/PG) માટે છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ સંદેશ તમારા પરિવાર, મિત્ર વર્તુળ તેમજ સમાજના વિવિધ ગ્રુપમાં વધુમાં વધુ શેર (Forward) કરશો, જેથી કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે

15/05/2026

વિશ્વ ઉમિયાધામ- જાસપુર અમદાવાદ ખાતે વૈશાખ વદ અમાસના પવિત્ર દિવસે "બહુચર માતાજીનાં આનંદના ગરબા" નું આયોજન સંસ્થા દ્વારા શ્યામા મંડળ, નારણપુરા,અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ છે. આ પાવન પ્રસંગે આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે

તારીખ: 16 મે 2026, શનિવાર, સમય : બપોરે 2 કલાકે

ટીમ - વિશ્વ ઉમિયાધામ

વિશ્વ ઉમિયાધામ, જાસપુર રોડ, વૈષ્ણોદેવી મંદિરની સામે, એસ. જી. હાઇવે - અમદાવાદ

Want your organization to be the top-listed Non Profit Organization in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Vishv Umiyadham/Opp. Vaishnodevi Temple, Sarkhej/Gandhinagar Highway, Jaspur
Ahmedabad
382721