Pinkesh Patel
Director- ABFL, Columnist- Charotar Sandesh and Patel Parivar Magazine, writer
31/05/2024
બાળપણમાં જવું છે, સમય ક્યાં પાછો વળે છે.
યુવાનીમાં માગ્યા વિનાની બધી પીડા મળે છે.
હોળીના રંગોમાં વિતાવેલા સઘળાં સ્વપ્નો
તારા ચહેરા પર ગુલાબી થઈ ને ફળે છે.
સૂર તો ન આપ્યો પરંતુ સૂરનો ઉઘાડ કર્યો તે,
તમાશો જોવા આજે સમાજ ટોળેવળે છે.
વિદાય વેળાની તારી એ સાજીશ મને ન ગમી
વર્ષોથી દબાવેલો સવાલ આજે સળવળે છે.
જુદાઈની પળે જળ આંખના ખૂણે બાઝ્યું હતું,
આજે પણ મનમાં મિલનની ઈચ્છા ટળવળે છે?
‘સ્નેહદિલ’ સાથે છળ કર્યા પછી આજે પણ
તું દર્પણ સામે રોજ રોજ ખુદને છળે છે.
પિન્કેશ પટેલ
‘સ્નેહદિલ’
૦૧/૦૪/૨૦૧૮
26/05/2024
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Saputara
Ahwa
394720