Manu Mastar

Manu Mastar

Share

अंत: अस्ति प्रारंभ: ll

30/03/2026

🙏🙏🙏🙏સ્થળ બદલ્યું છે કર્મ નહીં 🙏🙏🙏🙏
રજાના દિવસોનો ઉપયોગ કરી બાળકોના અભ્યાસ ને ખલેલ ના પહોંચે તેવી રીતે મારી નવી શાળા તરઘરા પ્રાથમિક શાળા માં હાલ બાલવાટિકા,ધોરણ:-1/2 , પુસ્તકાલય, સાયન્સ લેબ, કોમ્પ્યુટર રૂમ, રામહાટ, ચિલ્ડ્રન બેંક વગેરે શાળામાં તૈયાર થઈ રહ્યા છે.
અમારી શાળા અમારૂ ગૌરવ
અમારી શાળા સરકારી શાળા
“आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः।”અમને વિશ્વની તમામ દિશાઓમાંથી સારા, શુભ અને કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાય.

14/03/2026

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શ્રી તરઘરા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત પ્રાથમિક વિજ્ઞાનના પ્રયોગો ની ધારાનો આસ્વાદ નું આયોજન કરવામાં આવ્યું.

તા. 14 માર્ચ 2026, શનિવારના રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની પીપરડી કેવશાળા અંતર્ગત આવેલી શ્રી તરઘરા પ્રાથમિક શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તથા અંધશ્રદ્ધા પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીના હાથમાંથી કંકુ કાઢવું, લાલ રંગની દોરીને કાળા રંગમાં પરિવર્તિત કરવી, રંગીન પાણીનો રંગ દૂર કરવો, પાણીમાં બ્લાસ્ટનો પ્રયોગ, પાણીની મદદથી દીવાસળી સળગાવવી સહિતના અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે આવા ચમત્કાર જેવા લાગતા પ્રસંગો પાછળ હકીકતમાં વિજ્ઞાન કાર્યરત હોય છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને આતુરતા સાથે તમામ પ્રયોગો નિહાળ્યા અને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરણા મેળવી. આ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી મનુમાસ્તરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તરઘરા શાળા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.

Want your public figure to be the top-listed Public Figure in Botad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Botad