CRC Agthala
MJ
16/10/2024
✍️આજરોજ ગણિત વિજ્ઞાન શિક્ષક મંડળ લાખણી દ્વારા અમારો માન-સન્માન ભેર વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. તે બદલ મારા ખાસ મિત્ર વિજયસિંહ વિહોલ, સંજયભાઈ પટેલ, મનજીભાઈ સુથાર, ધર્મેશભાઈ પટેલ, ભાવેશભાઈ ચૌધરી crc, અંકુરભાઈ સોલંકી, કિંજલબેન સુથાર, પદ્માબેન સોલંકી તથા તમામ શિક્ષક મિત્રોનો હૃદયપૂર્વક આભાર. આપ બધાનો આવોને આવો જ પ્રેમ ભવિષ્યમાં પણ મળતો જ રહે એ જ અભ્યર્થના..🙏
09/03/2024
🌴કર્મનિષ્ઠ શિક્ષકનો વિદાય સમારંભ🌴
નમસ્કાર...
આગથળા ક્લસ્ટરની ગોગાપુરા અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ સોલંકી કે જેમણે ૧૯ વર્ષ જેટલો સમય આ ધરાને તપોભૂમિ બનાવીને ગોગાપુરા શાળામાં સેવા આપી. ગયા અઠવાડિયે તેમની વતનમાં બદલી થઈ. ગુરુવારના રોજ તેમનો વિદાય કાર્યક્રમ રાખેલ. ગામલોકોએ ખરેખર જે રીતે એમને વિદાય આપી એ જોઈ ભાવવિભોર થઈ જવાયું. ગામલોકોએ એક શિક્ષકની આટલા વર્ષોની સેવાની સાચી કદર કરી.
કમલેશભાઈની વિદાયનો તમામ ખર્ચ વાલીઓએ ઉપાડી લીધો. અંદાજિત ૮૦૦ માણસોનું રસોડું બનાવી બધાને પ્રેમ પૂર્વક જમાડ્યા. એમના પિતાજી અને એમનાં ધર્મપત્નીનું પણ સન્માન કર્યું. અનેક વસ્તુઓ ભેટ આપી. ચાંદીની લકી, ચાંદીનો સિક્કો, અને ચાંદીની સરસ્વતિની મૂર્તિ ભેટ રૂપે આપી. ઉપરાંત રૂપિયા ૫૧૦૦૦/- નો ચેક વાલીઓએ ભેટ રૂપે આપ્યો. કમલેશભાઈએ આ રકમ શાળા વિકાસ માટે શાળાને પરત કરી. પણ વાલીઓએ *રૂપિયા ૧૫૦૦૦/- જેટલી રકમ નૂતર રૂપે* સોગન આપી રાખવા આગ્રહ કર્યો. ત્યાંના પ્રેમાળ માણસો અને બાળકોની આંખોમા આવેલા આંસુઓ જોઈ લાગ્યું કે ખરેખર આ જ તો છે એક *શિક્ષકની સાચી મૂડી..* અને ગામલોકો દ્વારા એક *સાચા શિક્ષકની સાચી કદર....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Agthala
Deesa