Gujarat Skill Development Mission

Gujarat Skill Development Mission

Share

Gujarat Skill Development Mission (GSDM) is established for coordinating the state Level strategy & programs for skill development leading to employment.

Photos from Gujarat Skill Development Mission's post 15/07/2024

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.

વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં રાજ્ય કક્ષાનાં ૨૩ પસંદગી પામેલ ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલ અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ જેમાં રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના ૦૨ સ્પર્ધકોને ગોલ્ડ મેડલ , ૦૨ સ્પર્ધકોને સીલ્વર મેડલ, ૦૨ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ, તેમજ ૦૭ સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ ૧૩ સ્પર્ધકોને માનનીય મંત્રીશ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા ૧૨ ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરાયું.

ઈન્ડસ્ટ્રી ૪.૦માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના ૨ સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જવાના છે.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. અંજુ શર્મા, લેબર કમિશ્નર શ્રી અનુપમ આનંદ, સુશ્રી ગાર્ગી જૈન- નિયામકશ્રી રોજગાર અને તાલીમ તથા મિશન ડાયરેક્ટરશ્રી, ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ અને વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Want your organization to be the top-listed Government Service in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Dr. Jivraj Mehta Bhavan, Block No. 2, Third Floor
Gandhinagar
382010