SHREE VRUND Rajkot

SHREE VRUND Rajkot

Share

Its a professiona group for Garba-A traditional dance form of Gujarat and it was established in 1985. Working even today for various functions and festival

Photos from SHREE VRUND Rajkot's post 28/09/2025

"આદ્યશક્તિની આરાધના" આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પ્રાત:કાળના પાવન સમયે રાજકોટ જિલ્લામાં દિકરીઓ માટેની શ્રેષ્ઠ સંસ્થા એવી શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિધાલયની સમૂહ પ્રાર્થનામાં જીવંત માતાજીઓ સ્વરૂપ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સમક્ષ મૂળ નાગરી પરંપરાના બેઠા ગરબાની સુરમય રચનાઓ શ્રી વૃંદના કલાકારોએ રજૂ કરી.

INTACH રાજકોટ ચેપ્ટર દ્વારા વિદ્યાર્થીઓ સુધી પ્રાચીનત્તમ સંસ્કૃતિ, મૂળભૂત પરંપરાઓ અને નવરાત્રિ વખતે ગરબા અંગેની સાચી તેમજ વિશિષ્ટ માહિતી રસભર રીતે પહોંચાડવાના હેતુથી આ અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય સંસ્થાનો અભિગમ દાયકાઓથી શુદ્ધ નૈતિક મૂલ્યોને ઉજાગર કરવાનો રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમના અંતમાં વિધાર્થિનીઓ તેમજ શિક્ષકો ભક્તિસભર રચનાઓ ઉપર અર્વાચીન ગરબા પણ રમ્યા હતા.


કાર્યક્રમ સંચાલન: ચેતસ ઓઝા
ગાયક કલાકારો: નિલેશ વસાવડા, પ્રાપ્તિ બૂચ, રન્ના છાયા, દીપા બૂચ, હિરેન બૂચ, પ્રકૃતિ વૈદ્ય
સંગીત કલાકારો: વિરંચી બૂચ, પ્રશીલ વોરા, મૈનાક વસાવડા, પ્રશાંત માંકડ, જીતુ ત્રિવેદી

સાઉન્ડ: આલાપ સાઉન્ડ સર્વિસ
આયોજક: INTACH રાજકોટ ચેપ્ટર

વિશેષ આભાર: હીરાબહેન માંજરીયા, વર્ષાબહેન ડવ, યજ્ઞેશભાઈ મહેતા, હર્ષલભાઈ માંકડ

01/09/2025

શ્રી વૃંદ રાજકોટ એટલે પરંપરા અને પ્રતિષ્ઠાનો સુદ્રઢ સમન્વય. સતત પ્રતિ વર્ષ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક તેમજ રાજ્યકક્ષાએ અનેક વખત શ્રેષ્ઠ અર્વાચીન ગરબા માટે પુરસ્કૃત થનાર આ ગ્રુપ ફરી એક વખત સઘન પ્રેક્ટિસ બાદ તૈયાર છે માતાજીના સ્વાગતમાં ગરબો પ્રસ્તુત કરવા, તો આપ સહુ આવો અને શ્રી વૃંદની સમગ્ર ટીમની મહેનતને વધાવો.

રાજકોટ જિલ્લા કક્ષા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા સ્પર્ધા 2025
આવતીકાલે 02 સપ્ટેમ્બર,મંગળવાર
સાંજે 4:00 વાગ્યાથી
હેમુ ગઢવી નાટ્યગૃહ,રાજકોટ

પ્રવેશ: ઓપન ફોર ઓલ

Want your establishment to be the top-listed Arts & Entertainment in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Sanshkruti Kunj
Gandhinagar
382007