Info Jamnagar Gog
page of District Information Office, Jamnagar, Government of Gujarat
07/07/2026
સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ
રાજ્યસભાના સાંસદશ્રી જીતેન્દ્ર કણઝારીયા, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની દિશા સમિતિમાં વિસ્તૃત સમીક્ષા કરાઈ
અધિકારીઓને લોકકેન્દ્રિત અભિગમથી કામગીરી કરી લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સાંસદશ્રીનું સૂચન
02/07/2026
હરતા ફરતા પશુ દવાખાનાની સેવાના ૬ વર્ષ પૂર્ણ
જામનગર જિલ્લાના ૩.૭૮ લાખથી વધુ પશુઓને મળી વિનામૂલ્યે સફળ સારવાર
જામનગર તા.૦૨, હરતા-ફરતા પશુ દવાખાના સેવાને સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થતા જામનગર ૧૯૬૨ ટીમ દ્વારા કેક કાપીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય જામનગરના મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જીવાણી, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પિયુષ પરમાર તેમજ હરતા-ફરતા પશુ દવાખાનાના તમામ પશુ ચિકિત્સકો અને પાયલોટ સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઘરઆંગણે પશુ સારવાર પહોંચાડવાના મુખ્ય હેતુ સાથે કાર્યરત આ સેવા પશુ આરોગ્ય ક્ષેત્રે વધુ સરળ, સુલભ અને અસરકારક સાબિત થઈ રહી છે.જામનગર જિલ્લામાં આ સેવાની શ્રેષ્ઠ કામગીરીના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા એક વર્ષ દરમિયાન હરતા-ફરતા પશુ દવાખાના દ્વારા કુલ ૫૧,૯૯૩ પશુ-પક્ષીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. જેમાં ૨૩,૯૨૨ ગાયો, ૧૯,૨૧૧ ભેંસો, ૩,૯૪૧ બકરીઓ, ૩,૮૧૬ ઘેટાં તેમજ ૯૪૧ કુતરાઓ ઉપરાંત ઘોડા અને કબૂતર સહિત અન્ય વિવિધ પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આ સઘન કામગીરી દ્વારા જામનગરની ટીમે અનેક અબોલ જીવોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ અને પ્રશંસનીય યોગદાન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જામનગર જિલ્લામાં પશુપાલકો માટે કુલ ૨૧ હરતા-ફરતા પશુ દવાખાના કાર્યરત છે. આજ દિન સુધીમાં જામનગર જિલ્લાના શેડ્યૂલ ગામોમાં કુલ ૩,૭૮,૦૬૪ પશુઓની સફળ સારવાર કરીને આ યોજના પશુપાલકો માટે સાચે જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
જામનગર પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાન દ્વારા જિલ્લાના તમામ પશુપાલકોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. પશુઓની તાત્કાલિક અને યોગ્ય સારવાર માટે પશુપાલકો સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી '૧૯૬૨' હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવી શકે છે.
Click here to claim your Sponsored Listing.
Category
Address
Seva Sadan-2, Lal Bunglow Circle, First Floor, District Information Office
Jamnagar
361001
Opening Hours
| Monday | 10:30am - 6:10pm |
| Tuesday | 10:30am - 6:10pm |
| Wednesday | 10:30am - 6:10pm |
| Thursday | 10:30am - 6:10pm |
| Friday | 10:30am - 6:10pm |
| Saturday | 10:30am - 6:10pm |