Scheme Details

Scheme Details

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Scheme Details, Public & Government Service, Block No. 1, 3rd Floor, Bahumali Bhavan, Sardar Baug, Junagadh.

Photos from Scheme Details's post 18/06/2026

આજ રોજ તા.૧૮/૦૬/૨૦૨૬ના રોજ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, જિ.જૂનાગઢ દ્વારા ડીઝલ મશીન યોજના હેઠળ કુલ-૨૨ અરજદારોને ડીઝલ મશીન તથા લોડીંગ સાયકલ (થ્રી-વ્હીલ) વિતરણ કરવામાં આવેલ.

15/05/2026
Photos from Scheme Details's post 26/02/2026

અત્રેની કચેરી હસ્તકની આદર્શ નિવાસી શાળા, (કન્યા/કુમાર) જૂનાગઢ મુકામે ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટેના શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે જિલ્લા નાયબ નિયામકશ્રી પવાર સાહેબ ખાસ હાજર રહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Photos from Scheme Details's post 26/01/2026

આજ રોજ આદર્શ નિવાસી શાળા (કુમાર) કેશોદ, જિ. જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. માનનીય કલેકટરશ્રી, જૂનાગઢના હસ્તે ઘ્વજાવરણ કરવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. માનનીય ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઓડેદરા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કેશોદ નગરપાલિકા પ્રમુખશ્રી, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, જુનાગઢ શ્રી પવાર સાહેબ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ વગેરે પ્રજાસત્તાક દિનની આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિ શાળાના વ્યાયામ શિક્ષક ડૉ એચ.એલ.વાળા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવી જેમાં શ્રેષ્ઠ કૃતિ અંતર્ગત ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શીલ્ડ(મોમેન્ટો ) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.

21/01/2026

અનુસૂચિત જાતિ ના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ -મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના...

Photos from Scheme Details's post 05/01/2026

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો -૨૦૨૬ અંતર્ગત આ કચેરી હસ્તકની ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી કુુુુમાર છાત્રાલય ખાતે તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જુનાગઢ દ્વારા રોડ સેફ્ટી સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

Photos from Scheme Details's post 19/12/2025

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) આયોજિત સશક્ત નારી મેળા (૧૯ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫)નું તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રભારી માન. મંંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા જુનાગઢ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું.

Want your organization to be the top-listed Government Service in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Address


Block No. 1, 3rd Floor, Bahumali Bhavan, Sardar Baug
Junagadh
362001