Ghanshyam patel
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ghanshyam patel, Criminal lawyer, Modasa.
18/11/2025
અરવલ્લી એલ.એ.ડી.સી. ટીમ સાથે ન્યાયાધીશોની પ્રેરણાદાયી મુલાકાત ..
૧૬ નવેમ્બર ૨૦૨૫, રવિવારના પવિત્ર દિવસે ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના કારોબારી અધ્યક્ષ માન. ગુજરાત હાઇકોર્ટ ન્યાયાધીશ શ્રી અલ્પેશ વાય. કોગજે સાહેબ તેમજ માન. હાઇકોર્ટ ન્યાયાધીશ શ્રી દિવ્યેશ એ. જોશી સાહેબ, તથા ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ સુશ્રી એચ. એમ. પવાર સાહેબે અરવલ્લી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી ખાતે પધારી મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી...
અરવલ્લી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ માન. જિલ્લા ન્યાયાધીશ તથા પ્રિન્સિપલ સેશન જજ શ્રીમતી આશાબેન એન. અંજારિયા સાહેબ તથા જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના સચિવ શ્રી એમ. જે. ખોજાદા સાહેબની આગેવાની હેઠળ આ મુલાકાતને સૌહાર્દપૂર્ણ, માર્ગદર્શક અને અત્યંત ઉપયોગી બનાવી હતી...
મુલાકાત દરમિયાન માનનીય ન્યાયમૂર્તિઓએ
એલ.એ.ડી.સી. (Legal Aid Defense Counsel System) અરવલ્લી ટીમ સાથે સંવાદ કર્યો,
તેમની કાર્યપદ્ધતિ, પડકારો અને રોજિંદી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપ્યું,
પીસીપી મોડેલ અને ક્વોલિટી લીગલ એડ સુનિશ્ચિત કરવા માટે અગત્યના સૂચનો આપ્યા,
તેમજ ન્યાયને સામાન્ય માનવીની પહોંચ બનાવી આપવા માટે એલ.એ.ડી.સી. દ્વારા કરવામાં આવતા કાર્યને સરાહનીય ગણાવ્યું...
પછી માનનીય ન્યાયમૂર્તિઓએ એલ.એ.ડી.સી. અરવલ્લી ઓફિસ ની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, દસ્તાવેજીકરણ, લિટિગેશન પ્રોસેસ અને સેવા-ધોરણોનું અવલોકન કર્યું.
આ મુલાકાતે એલ.એ.ડી.સી. ટીમને નવી ઉર્જા, દિશા અને પ્રોત્સાહન મળ્યું છે...
અરવલ્લી જિલ્લા માટે આ દિવસ વિશેષ ગણાય, કારણ કે ન્યાયની વ્યાપક સેવા અને ગુણવત્તાયુક્ત લીગલ એડ પ્રત્યે રાજ્યસ્તરથી મળેલી આ માન્યતા અમને વધુ સંકલ્પબદ્ધ બનાવે છે...
ઘનશ્યામ પટેલ
ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ
(રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
Modasa
383315
30/07/2025