JainPlace.Com

JainPlace.Com

Share

JainPlace is an upcoming Smartphone App which provides complete information about Jain places across world.

16/12/2022

25/10/2022

શ્રી ગૌતમ સ્વામી રાશ (બેસતા વર્ષે અવસ્ય સાંભળવું માંગલિક છે)
!! અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી !!
અંગુઠે અમૃત વસે લબ્ધિતણાં ભંડાર,
શ્રી ગુરૂ ગૌતમ સ્મરણીએ વાંછિત ફળ દાતાર.
આ છે ગૌતમ સ્વામી........
શ્રી ગૌતમ સ્વામી નો છંદ.........
શ્રી વીર જિનેશ્વર કેરો શિષ્ય,ગૌતમ નામ જપો નિશદિન;જો કીજે ગૌતમ નું ધ્યાન તો ઘર વિલસે નવે નિધાન...... !!૧!!
ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે ;ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંયોગ................. !!૨!!
જે વૈરી વીરૂઆ વંકડા તસ નામે નાવે ઢુંકડા; ભૂત પ્રેત નવી મંડે પ્રાણ, તે ગૌતમ ના કરું વખાણ......................... .!!3!!
ગૌતમ નામે નિર્મળ કાય ,ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિન શાશન શણગાર,ગૌતમ નામે જયજયકાર........... !!૪!!
શાળ દાળ સુરહા ઘૃત ગોલ,મનવાંછિત કાપડ તંબોલ; ઘરસુઘરની નિર્મળ ચિત્ત ,ગૌતમ નામ પુત્ર વિનીત...........!!૫!!
ગૌતમ ઉદયો અવિચલ ભાણ,ગૌતમ નામ જપો જગ જાણ; મોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ.....!!૬!!
ઘર મયગલ ઘોડા ની જોડ,વારૂં પહોચે વાંછિત કોડ; મહીયલ મને મોટા રાય જો તુઠે ગૌતમ ના પાય..................!!૭!!
ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે,ઉત્તમ નર ની સંગત મળે ;ગૌતમ નામે નિર્મળ જ્ઞાન,ગૌતમ નામે સફળ વાધે વાન.....!!૮!!
પુણ્ય વંત અવધારો સહુ,ગુરૂ ગૌતમ ના ગુણ છે બહુ , કહે લાવણ્ય સમય કરજોડ,ગૌતમ ત્રુઠે સંપત્તિ ક્રોડ..... .........!!૯!!
શ્રી ગૌતમ સ્વામી........................
૧. પૂર્વ ભવે મરીચી ત્રિદંડીના કપિલ નામે શિષ્ય હતા.
૨ પૂર્વભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ ની સારથી તરીકે સેવા કરી.
૩. ગૌતમ સ્વામીના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને જન્મભૂમિ નામ ગોબરગામ,
તેઓએ ૫૦ વર્ષે દિક્ષા લીધી,૮૦ માં વર્ષે કેવલજ્ઞાન પામ્યા, ને ૯૨ વર્ષે મોક્ષે ગયાં.
૪. ગૌતમ સ્વામીને અભિમાન ના બદલામાં સંયમ અને વિલાપ ના બદલામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
૫. મહાન પંડિત હોવા છતાં જીવ છે કે નહિ ? તેવી મનમાં શંકા હતી.
૬. દિક્ષા બાદ રોજ ગૌદુહાસને બેસતા હતા.
૭. ગૌતમસ્વામીના બીજા બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા.
૮. ઇન્દ્રભૂતિ પંડિત માંથી કારતક-વદ-૧૧ ના ગૌતમસ્વામી થયા.
૯. ત્રિપદી ધ્વારા ભ.ની કૃપાથી દ્વાદશાંગી ની રચના કરવા સમર્થ થયા.
૧૦. છઠ્ઠ ના પારણે છઠ્ઠ કરનાર તપસ્વી હતા.
૧૧. ગૌતમસ્વામી ના અંગુઠે અમૃત હતું.
૧૨. વાણીજ્ય ગ્રામે આનંદશ્રાવક ને મિચ્છામી દુક્કડમ કરવા તેમના ઘરે ગયાં.
૧૩. મૃગાગામ માં મૃગાવતી રાણીને ત્યાં મૃગા લોઢીયાને જોવા માટે ગયાં.
૧૪. અષ્ટાપદ તીર્થની સ્વલબ્ધિ વડે યાત્રા કરી,જગચિંતામણી સૂત્ર રચ્યું.
૧૫. ૩૬ હજાર પ્રશ્નો ભગવાન મહાવીરને પૂછ્યા જે ભગવતી સૂત્રમાં છે.
૧૬. ગૌતમ સ્વામીને ભગવાન વીરે વારંવાર સમયં મા ગોયમ ! મા પમાએ કહેતા હતા.
૧૭. હાલિક (ખેડૂતને) પ્રતિ બોધવા પ્રભુ વીરે ગૌતમને મોકલ્યા હતા.
૧૮. કેશી ગણધર સાથે ગૌતમ સ્વામીનું તિંદુક ગામમાં મિલન થયું હતું.
૧૯. પોલાસપુરમાં અઈમુત્તા ની વિનંતીથી તેના ઘરે ગોચરી ગયાં.
૨૦. એક દિવસ ઋષભદત્તા બ્રાહ્મણીનો માતા તરીકેનો પરિચય પ્રભુવીરે બ્રાહ્મણકુંડ ગામમાં કરાવ્યો હતો.
૨૧. અક્ષિણ મહાનસ લબ્ધિથી ૧૫૦૦ તાપસોને ખીરથી પારણા કરાવ્યા હતા.
૨૨. પોતાનો ૫૦૦૦૦ હજાર શિષ્યનો પરિવાર હતો.
૨૩. ગૌતમ સ્વામીએ જેટલાને દિક્ષા આપી તે બધા કેવલજ્ઞાની થયા.
૨૪. દેવશર્માને પ્રતિ બોધવા પ્રભુવીરની આજ્ઞાથી ગયાં.
૨૫. વિલાપ કરતાં કરતાં કારતક-સુદ-૧ ના અપાપાપૂરી નગરીમાં કેવળજ્ઞાન થયું.
૨૬. તેમની કાયા સાત હાથની-દેહ સુવર્ણ અને નિર્વાણ રાજગૃહીમાં થયું.
શ્રી આદિશ્વર શાન્તિ નેમિ જિનને, શ્રીપાર્શ્વ વીર પ્રભુ,
એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી હે વિભુ!
કલ્યાણે કમલા, સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ,
એવા શ્રી ગૌતમ સ્વામી લબ્ધિ ભરીઆ, આપો સદા સન્મતિ...
જૈન શાસન જયવન્તુ વર્તો !!

21/07/2021

श्री उवसग्गहरं स्त्रोत
ऐसी मान्यता है कि इस स्त्रोत की रचना अंतिम श्रुतकेवली श्री भद्रबाहु स्वामी जी ने करी थी।
इस स्त्रोत की यह विशेषता है कि इसमे किसी लौकिक देव देवी की स्तुति नही है, बल्कि इसमे तो देवाधिदेव भगवान पार्श्वनाथ की भक्ति की गई है।
सामान्य तौर पर इसे 27 बार पढा जाता है।
इस स्त्रोत का नाम ही उवसग्गहरं है। अर्थात उपसर्ग (दुख/विपत्ति) को हरने(समाप्त करने) वाला।
और जिनदेव की शुद्ध मन से की हुई भक्ति से हुई निजर्रा से तो दुखो का शमन होना निश्चित ही है।
इस विपत्ति के समय मे नवकार महामंत्र के जाप/उच्चारण के बाद उवसग्गहरं स्त्रोत भी पठनीय है।
हम भी यही मंगलकामना करते ही की, शीघ्र ही हम सभी को इस विश्वव्यापी महामारी से राहत मिले।


श्री #उवसग्गहरं स्त्रोत
उवसग्गहरं पासं, पासं वंदामि कम्म-घण मुक्कं ।
विसहर विस निन्नासं, मंगल कल्लाण आवासं ।।1।।
अर्थ : प्रगाढ़ कर्म- समूह से सर्वथा मुक्त, विषधरों के विष को नाश करने वाले, मंगल और कल्याण के आवास तथा उपसर्गों को हरने वाले भगवान पार्श्वनाथ को मैं वंदना करता हूं !

विसहर फुलिंग मंतं, कंठे धारेइ जो सया मणुओ ।
तस्स गह रोग मारी, दुट्ठ जरा जंति उवसामं ।।2।।
अर्थ : विष को हरने वाले इस मंत्ररूपी स्फुलिंग को जो मनुष्य सदैव अपने कंठ में धारण करता है, उस व्यक्ति के दुश ग्रह, रोग बीमारी, दुष्ट, शत्रु एवं बुढापे के दुःख शांत हो जाते है !

चिट्ठउ दुरे मंतो, तुज्झ पणामो वि बहु फलो होइ ।
नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगच्चं।।3।।
अर्थ : हे भगवान ! आपके इस विषहर मंत्र की बात तो दूर रहे, मात्र आपको प्रणाम करना भी बहुत फल देने वाला होता है ! उससे मनुष्य और तिर्यंच गतियों में रहने वाले जीव भी दुःख और दुर्गति को प्राप्त नहीं करते है!

तुह सम्मत्ते लद्धे, चिंतामणि कप्पपाय वब्भहिए ।
पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ।।4।।
अर्थ : वे व्यक्ति आपको भलीभांति प्राप्त करने पर, मानो चिंतामणि और कल्पवृक्ष को पा लेते हैं और वे जीव बिना किसी विघ्न के अजर, अमर पद मोक्ष को प्राप्त करते है!

इअ संथुओ महायस, भत्तिब्भर निब्भरेण हिअएण ।
ता देव दिज्ज बोहिं, भवे भवे पास जिणचंद ।।5।।
अर्थ : हे महान यशस्वी ! मैं इस लोक में भक्ति से भरे हुए हृदय से आपकी स्तुति करता हूं! हे देव! जिन चंद्र पार्श्वनाथ ! आप मुझे प्रत्येक भाव में बोधि (रत्नत्रय) प्रदान करें !

Want your place of worship to be the top-listed Place Of Worship in Mumbai?
Click here to claim your Sponsored Listing.

Address


Mumbai