Arjun mer aapaa

Arjun mer aapaa

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arjun mer aapaa, Photographer, Navsari.

25/05/2026
23/05/2026

નવસારી ખાણ-ખનીજ વિભાગમાં “મૂછ પર પર લઈને ફરતો બાપુ” ચર્ચામાં

નવસારી ખાણ-ખનીજ વિભાગમાં એક “મૂછ પર લીંબુ લઈને ફરતા બાપુ”ની હાજરી હવે ચર્ચાનો વિષય બની છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કચેરીના CCTV ફૂટેજ તપાસાય તો સરકારી બાબુ કરતાં આ બાપુ વધુ વખત ઓફિસમાં આવતા-જતા જોવા મળે.
લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બાપુની ભૂમિકા શું છે અને વિભાગમાં તેને મળતી ખાસ અગત્યતા પાછળ શું રહસ્ય છે? “સાહેબ આવે એટલે હાજરી લાગે” જેવા કટાક્ષ વચ્ચે ગેરકાયદેસર ખનન અને રેતી-માટી વેપારના આક્ષેપો વચ્ચે હવે વિભાગની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે CCTV ફૂટેજ જાહેર કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

21/05/2026

ભાજપ સરકાર મોંઘવારીનો ‘મ’ બોલવા પણ તૈયાર નથી: નવસારીમાં ‘આપ’ના આકરા પ્રહારો
નવસારીમાં આજે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વધતી જતી મોંઘવારી મુદ્દે સરકાર વિરોધી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'આપ'ના કાર્યકરોએ કલેક્ટર કચેરી ઘેરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા અને સમગ્ર વિસ્તાર ગુંજવી મૂક્યો હતો. પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર જનતાની પીડા જોતી નથી અને મોંઘવારીનો 'મ' બોલવા પણ તૈયાર નથી. જો આગામી દિવસોમાં ભાવવધારો અંકુશમાં નહીં આવે, તો 'આપ' દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

21/05/2026

નવસારી: મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે ‘આપ’ના ઉગ્ર દેખાવો, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ગુજરાતમાં સતત વધતી જતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના આસમાને આંબતા ભાવો અને તેના કારણે ખેડૂતો તેમજ ટ્રાન્સપોર્ટર્સને પડતી હાલાકીના વિરોધમાં નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'આપ'ના કાર્યકરો અને નેતાઓએ ભેગા મળીને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
વિરોધ પ્રદર્શન દરમિયાન ‘આપ’ના સ્થાનિક નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "સામાન્ય જનતા મોંઘવારીના ભારે બોજ નીચે દબાઈ રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ મોંઘવારીનો 'મ' બોલવા પણ તૈયાર નથી." ડીઝલની અછત અને મોંઘા ભાવના કારણે ખેતી તેમજ પરિવહન ઉદ્યોગ ભાંગી પડ્યો હોવાનો આક્ષેપ પણ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. ‘આપ’ નેતાઓએ ચીમકી આપી હતી કે જો વહેલી તકે મોંઘવારી પ�

19/05/2026

Bharwad

17/05/2026

"નવસારી ભાજપના લોકપ્રિય અને શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!"
વિજયભાઈ એટલે માત્ર એક નેતા નહીં, પરંતુ નવસારી ભાજપ સંગઠનને એક તાંતણે બાંધી રાખતી મજબૂત કડી. તેમની સરળતા, અદભુત સંગઠન શક્તિ અને સામાન્યમાં સામાન્ય કાર્યકરને સાથે રાખવાની આગવી સૂઝ તેમને અન્યોથી અલગ પાડે છે. જમીની સ્તરે લોકપ્રિય એવા વિજયભાઈના નેતૃત્વમાં નવસારી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ઈશ્વર તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.

16/05/2026

નવસારી રેલવે સ્ટેશન પર ‘જીવનધારા RO’ ના પાણીના જગના લાયસન્સ સામે સવાલો: તંત્ર દ્વારા તાકીદે તપાસ જરૂરી
નવસારી રેલવે સ્ટેશને પાણીના નામે રોગચાળો વેચાશે? ‘જીવનધારા RO’ ના પ્લાન્ટની ગુણવત્તા પર શંકાની સોય!
શું રેલવે સ્ટેશને વેચાતા પાણી પાસે FSSAIનું લાયસન્સ છે ખરૂં?
જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં: તંત્ર ક્યારે જાગશે?
નવસારી શહેરમાં ઠેર-ઠેર પરબો પર મુકાયેલા પાણીના જગ લાયસન્સ વગરના?
જીવનધારા RO’ પ્લાન્ટના પાણીની ગુણવત્તા પર શંકાની સોય!

નવસારી રેલવે સ્ટેશન અને શહેરના જાહેર સ્થળોએ વેચાતા ‘જીવનધારા RO’ પ્લાન્ટના પાણીની ગુણવત્તા અને FSSAI લાયસન્સ સામે સવાલો ઉઠતા જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાંની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર દ્વારા આ પ્લાન્ટની તાકીદે તપાસ કરવામાં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

Want your business to be the top-listed Photography Service in Navsari?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Navsari