School No.89 Rajkot MSB
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from School No.89 Rajkot MSB, School, RAIYA GAM, Rajkot.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.
આજે અમારી શાળા માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી..
06/03/2025
અમારી શાળામાં નિયમિત કરાવવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો વિશે માહિતી આપવા, વિદ્યાર્થીઓ ની પ્રગતિ અંગે વાતચીત કરવા તેમજ વાર્ષિક પરીક્ષા ની તૈયારી અંગે વાલી સંમેલન રાખવામાં આવેલ હતું.. જેમાં બહોળી સંખ્યા માં વાલીઓ હાજર રહ્યા હતા. વાલીઓએ શાળામાં આચાર્યશ્રી અને શિક્ષકોની કામગીરી અંગે ખૂબ જ સુંદર પ્રતિભાવો આપેલ હતા..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Website
Address
RAIYA GAM
Rajkot
360005