Hrk Help
HRK HELP Group આપ સૌ સેવાભાવી મિત્રો ના સાથ સહયોગ થી હર હમેશ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતું આવ્યું છે અને આગળ પણ કરતું રહેશે.
22/04/2026
એક નાની મદદ… અને એક વૃદ્ધના જીવનમાં મોટો ફેરફાર… ❤️
કલોલ નજીક આવેલા ઓડા ગામના મકવાણા ભીખાભાઈ માટે આપ સૌએ જે સહયોગ આપ્યો… તેની સુંદર પૂર્ણતા આજે થઈ છે… 🙏
કાકાની જરૂરિયાત અને એમની પોતાની પસંદગી મુજબ આજે એમને નવી સાયકલ આપી શકાઈ છે…
આ સાયકલ હવે એમના માટે માત્ર એક વાહન નથી… પરંતુ રોજિંદા જીવનને સહેલું બનાવતો એક મહત્વનો આધાર છે…
હવે કાકા સરળતાથી કલોલ ખાતે આવેલા ભોજનાલય સુધી જઈ શકશે…
પોતાનું ભોજન મેળવી શકશે… અને રોજિંદી જરૂરિયાતો માટે ફરીથી સ્વતંત્ર બની શકશે… 😌
આ સાયકલ માટે “રામ ભરોસે” દ્વારા સહયોગ મળ્યો…
જેમણે નિસ્વાર્થ ભાવથી આ કામમાં સહભાગી બની કાકાના જીવનમાં આનંદ લાવ્યો… 🙏
આપ સૌના સહયોગ અને વિશ્વાસથી જ આ શક્ય બન્યું છે…
દરેક દાતાશ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર… ❤️
#મદદ
18/04/2026
એક માતાની હિંમતને આપ સૌએ સાથ આપ્યો… અને આજે એ હિંમતને એક નવી દિશા મળી… ❤️
સરોજબેન… એક વિધવા માતા… જેમણે છેલ્લા ત્રણ વર્ષથી જીવન સામે એકલા લડાઈ લડી રહ્યા છે.
પતિના અવસાન પછી એમના ખભા પર આવી પડી બે નાનકડી જુડવા દીકરીઓની સંપૂર્ણ જવાબદારી…
ઘરમાં કોઈ કમાવનાર નહીં… અને દીકરીઓ નાની હોવાથી બહાર જઈ નોકરી કરવી પણ શક્ય નહીં…
આવી કઠિન પરિસ્થિતિમાં પણ સરોજબેન હાર માન્યા વગર આગળ વધવાની કોશિશ કરતી રહી… 😔
એમને સિલાઈ કામ આવડતું હતું… અને એમની એક જ ઈચ્છા હતી કે જો એક સિલાઈ મશીન મળી જાય તો એ પોતાના પગ પર ઉભી રહી શકે…
આજે આપ સૌના સહયોગથી એ ઈચ્છા સાકાર થઈ છે… 🙏
સરોજબેન ને એમની પોતાની પસંદગી મુજબ સિલાઈ મશીન સાથે ઈન્ટરલોક મશીન લઈ આપ્યુ.
આ માત્ર મશીન નથી… પરંતુ સરોજબેન માટે આત્મનિર્ભર બનવાનો મજબૂત આધાર છે… ❤️
મશીન માટે “રામ ભરોસે સહયોગ” દ્વારા સહાય મળી… તેમજ ઘણી નાની-મોટી ચૂકટીક મદદ પણ મળી…
જેનાં થકી આ બહેન માટે અનાજ-કિરાણાની પણ વ્યવસ્થા કરી શકાઈ… 🙏
હવે સરોજબેન પોતાના ઘરે બેઠા કામ શરૂ કરી શકશે…
પોતાના હાથની મહેનતથી કમાઈ શકશે…
અને પોતાની બે નાની દીકરીઓનું ભરણપોષણ સ્વાભિમાન સાથે કરી શકશે… 😌
ત્રણ વર્ષથી ચાલતી આવી સંઘર્ષભરી જિંદગીમાં આજે એક નવી આશા જન્મી છે…
એક એવી શરૂઆત થઈ છે જ્યાંથી આ બહેન હવે બીજાની સહાય પર નહીં…
પણ પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધી શકશે… ❤️
મદદ કરનાર તમામ દાતાશ્રીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર… 🙏
આપના સહકારથી એક પરિવારને નવી દિશા મળી છે…
#મદદ
આજે તા.૧૫/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ ગામ-પુણાના સ્વ.પ્રકાશભાઈ ગોવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર ગં.સ્વ.શર્મિલાબેન પ્રકાશભાઈ પટેલ, હિરલભાઈ પ્રકાશભાઈ પટેલ , ખુશ્બુકુમારી હિરલકુમાર પટેલ તથા શનિકુમાર પ્રકાશભાઈ પટેલ(હાલ-યુ.એસ.એ.) તરફથી ભોજન ભેટ સ્વરૂપે મળેલ છે.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
17, Turning Point, Opp. Bank Of Baroda, Nr. Utran Community Hall, Utran
Surat
394105