Konark Surat

Konark Surat

Share

news website based in surat

17/09/2025

ઓલ્ડ એજ હોમ : આજે ફરી નિ-સહાય વૃદ્ધોની સેવાનો લાભ મળ્યો : દરેક ધાર્મિક ગંઠો પણ કહે છે સૃષ્ટિ પર વૃદ્ધો ની સેવા એટલે દેવી દેવતાઓની સેવા : ચાલો મારા એક માતા-પિતા ગુજરી ગયા એની સામે અનેક માતા-પિતા સમાન વૃદ્ધોની સેવાનો અવસર મળ્યો છે તો કેમ ચુકી જાઉં,
જો કોઈએ પણ પોતાના પરિવારના સ્વજનોની જન્મ જયંતિ કે પૂર્ણયતિથિ નિમિતે બિનવારસી વૃદ્ધોને જમાડવાનું કાર્ય કરી પૂર્ણ કમાવવું હોય તો 9879377111 પર મારો સંપર્ક કરે

જય શ્રી રામ

13/07/2024

સુરત સિવિલ કેમ્પસમાં આવેલી લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટરમાં ગરીબ દર્દીઓ માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરવાનું આયોજન

સુરત ખાતે ગરીબ કેન્સરના દર્દીઓની વિનામૂલ્યે / રાહત દરે તબીબી સારવાર માટે લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર ટ્રસ્ટ. સુરત એ જૂનામાં જૂની સંસ્થા છે. આ સંસ્થામાં કેન્સર સ્ક્રીનીંગ, લીનીયર એકસીલેટર, રેડીએશન મશીન, મેમોગ્રાફી. જી ઈ વિપ્રો, સી.ટી. સકેન, સોનોગ્રાફી, લેબોરેટરી તપાસ અને બોન મેરો બયોપ્સી જેવી અધ્યતન ફેસીલીટી ઉપરાંત જિનેટિક ટેસ્ટ તથા કાઉન્સેલિંગ ની સગવદ ઉલબ્ધ છે. આ ધર્માદા પબ્લીક ચેરીટેબલ સંસ્થા નવી સીવીલ સ્પિટલ, ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ ના કેમ્પસમાં મજુરાગેટ ખાતે કાર્યરત છે. જેમાં રોજના 600-700 જેટલા કેન્સરના દર્દી તબીબી સારવાર લઈ રહ્યા છે.

શ્રી અશોક કાનૂનગો (ચેરમેન) એ જણાવ્યું હતું કે, આ મકાનની બાજુમાં ઉપલબ્ધ જમીન ગુજરાત સરકાર ધ્વારા સંસ્થાને ફાળવી આપી છે. જે જમીન ઉપર હાલ નવી કેન્સર હોસ્પિટલનું બાંધકામ પ્રગતિમાં છે. કુલ અગિયાર માળની નવી બિલ્ડીંગમાં કેન્સરના દર્દીઓની સર્જરી, રેડીઓથેરાપી, સી. ટી સ્કેન ની અધ્યતન સેવાઓ સાથે કેન્સરના ગરીબ દર્દીઓ માટે સંપૂર્ણ તબીબી સારવાર ઉપલબધ થઈ શકશે.

લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર ટ્રસ્ટ, સુરત દ્વારા સી. એસ આર ફંડ અંગેની માન્યતા પ્રાપ્ત કરી છે અને તે અંતર્ગત કોર્પોરેટ સંસ્થાઓ તરફથી અને શહેરના ઉદ્યોગપતિઓ અને ઉદાર દાતાઓ તરફથી મળતા ડોનેશનો મારફત આ નવી હોસ્પિટલના બાંધકામ નું કામ પ્રગતિમાં છે. સંસ્થા સાથે જોડાયેલા શહેરના નામાંકિત નાગરિકો ધ્વારા ઉદાર દાતાશ્રીઓને નવી કેન્સર હોસ્પિટલના નિર્માણ માટે દાન દાન માટેની અપીલ કરવામાં આવે છે.

Photos from Konark Surat's post 01/06/2024

નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં 11મી વાર સ્વૈચ્છિક રક્તદાન કરતા નિવાસી અધિક કલેક્ટર

જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પ યોજવા તેમજ તંદુરસ્ત વ્યક્તિઓએ અચૂક રક્તદાન કરવું જોઈએ: શ્રી વિજય રબારી

શાંત, સહજ અને સરળ સ્વભાવના નિવાસી અધિક કલેક્ટરનું બ્લડ ગ્રુપ પણ B+ VE છે : ઈકબાલ કડીવાલા

સુરત થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા, હિમોફિલીયા, કેન્સર સહિત ડાયાલિસીસ કરાવતા દર્દીઓ, પ્રસુતા માતાઓને રક્તની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીએ નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૧૧મી વાર સ્વૈચ્છિક રક્તદાન કરી અન્યોને પ્રેરણા આપી હતી.

રક્ત આપણા શરીરમાં વહેતું અમૃત છે. માનવ શરીર-સંરચનાનું ‘અમૃત દ્રવ્ય' એટલે રક્ત એમ જણાવતા વિજય રબારીએ જણાવ્યું હતું કે, સિવિલમાં દાખલ દર્દીઓની સાથે ક્યારેક તેમના પરિવારજનો હોતા નથી. અમુક વખત દર્દીના પરિચિતો-સંબંધીઓ પણ બ્લડ ગ્રુપ મેચ ન થતા રક્તદાન કરી શકતા નથી, ત્યારે સેવાભાવી રક્તદાતાઓ દ્વારા થતું રક્તદાન અમૂલ્ય માનવ જિંદગી બચાવે છે. સામાન્ય રીતે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ‘બ્લડ ડોનેશન કેમ્પ’ ખૂબ જ ઓછા થતા હોય છે. દરરોજ ઈમરજન્સીના સમયમાં રક્તની માંગ વધુ હોય છે, પણ તેની સામે રક્તદાન ઓછું થાય છે. નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક 24X7 દર્દીઓની સેવામાં કાર્યરત છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક રક્ત મળી રહે તે માટે નિયમિતપણે રક્તદાન કેમ્પ યોજવા તેમજ તંદુરસ્ત વ્યક્તિઓએ અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો.

નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, શાંત, સહજ અને સરળ સ્વભાવના શ્રી વિજય રબારીનું બ્લડ ગ્રુપ પણ છે B+ VE છે. વરિષ્ઠ અધિકારીઓનું રક્તદાન આજની યુવા પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. અધિક કલેક્ટરશ્રી સુરતમાં દરેક વિકટ પરિસ્થિતિમાં ખડે પગે રહી વહીવટીતંત્રની મદદથી લોકસેવાની ખૂબ પ્રશંસનીય કામગીરી કરે છે. કોરોનાના કપરા કાળમાં તેઓ સુરત જિલ્લામાં તેમની તત્કાલીન સનદી સેવા દરમિયાન દર્દીઓ, સામાન્ય વ્યક્તિઓને વ્હારે આવ્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું.

નવી સિવિલ બ્લડ બેન્કના ઈન્ચાર્જ ડો.ચિરાગ ઉનાગરે જણાવ્યું હતું કે, સિવિલમાં દરરોજ ૫૦ થી ૬૦ યુનિટ રક્તની જરૂરિયાત રહે છે. જેમાં ગાયનેક વિભાગમાં સૌથી વધુ રક્તની જરૂર રહે છે. રક્તની માંગની સામે રક્તદાન ઓછું થઈ રહ્યું છે, ત્યારે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા શહેરની સામાજિક સંસ્થાઓ, સેવાભાવી રકતદાતાઓ આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ વેળાએ બ્લડ બેંકની ટીમ દ્વારા અધિક કલેક્ટરને બ્લડ ડોનેશન કાર્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે બ્લડ બેન્કના સિનીયર મેડિકલ ઓફિસર ડો.લલિતા ચૌધરી, કાઉન્સેલર કાજલ પરમાર સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


B-602, Rameshwaram Residency, Near Lp Sawani School
Surat
395009