Civil Defence Surat

Civil Defence Surat

Share

Vijay Chhaira
Dy. Chief Civil Defence Unit,
Surat. Civil Defence is the fourth pillar of Indian defence. Army, Navy, Air force & fourth is Civil Defence.

Photos from Civil Defence Surat's post 16/09/2022

સિવિલ ડિફેન્સ, સુરતે ભૂતકાળમાં કરેલ કામગીરીને ધ્યાને લઇ કેન્દ્રિય ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી દિવસ સમારોહની કામગીરી માટે સિવિલ ડિફેન્સ સુરતને તક અપાઇ, જેમાં તારીખ 14-15 ના રોજ કામગીરી કરવાની થતી હતી, પરંતું તા.11 ના રોજ થયેલ મીટીંગમાં તુરંત બીજા દિવસથી યાને તા. 12 સપ્ટેમ્બર થી ફરજ બજાવવા જણાવાયું, જે આપણા વોર્ડનોએ સહર્ષ સ્વીકાર કરી તેમના કામધંધા અને વ્યસ્તતાની પરવા કર્યા વિના બીજા દિવસથી જ ફરજ ઉપર લાગી ગયા.
રજિસ્ટ્રેશન, કીટ વિતરણ, બેઠક વ્યવસ્થા, પ્રવેશદ્વાર તેમજ હોટેલ મેરિયેટ, સર્કિટ હાઉસ, એસ.વી.એન.આઈ. ટી., રેલવે સ્ટેશન, ટ્રાન્સપોર્ટ, બસ રૂટ જેવી વિવિધ ટીમે વી.વી.આઈ.પી., વી.આઈ.પી., અધિકારીઓ તથા મુલાકાતીઓ માટેની વ્યવસ્થા સંભાળી હતી, જે તમામને કેન્દ્ર સરકારના અધિકારીઓ અને મુલાકાતીઓએ બિરદાવી છે.
*અત્યંત ટુંકી નોટિસ પર હાજર થઈ છેલ્લા ચાર દિવસથી તનતોડ મહેનત કરી સિવિલ ડિફેન્સ સુરતને ગૌરવ પ્રદાન કરનાર તમામ વોર્ડનોનો તથા નાજુકભાઈ પટેલ, પી.આઈ.શ્રી બી. બી. કરપડા સાહેબ, નાયબ કલેકટરશ્રી અને ઈ.ચા. એચ. એ. પટેલ સાહેબ, કલેકટરશ્રી આયુષ ઓક સાહેબનો સહૃદય આભાર*
ઇન્ડોર સ્ટેડિયમમાં હજારો અધિકારીગણ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હસ્તે સિવિલ ડિફેન્સ સુરતને આપવામાં આવેલ સન્માન સિવિલ ડિફેન્સ સુરતના દરેક વોર્ડનો, કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓને સમર્પિત છે.

Photos from Civil Defence Surat's post 26/12/2021

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા આયોજીત રાજ્ય સ્તરની ફીટ ઈન્ડિયા- ફીટ ગુજરાત સાયક્લોથોન-૨૦૨૧મા ટીશર્ટ, કીટ અને સર્ટિફીકેટ વિતરણ, સ્પર્ધકોને લાઈન અપ કરવા તેમજ ક્રાઉડ‌ મેનેજમેન્ટની સફળતાપૂર્વક ફરજ બજાવનાર તમામ વોર્ડન મિત્રોનો ખુબ ખુબ આભાર,
ડેપ્યુટી ચીફ વોર્ડન, નાગરિક સંરક્ષણ, સુરત
વિજય છૈરા.
મોહંમદ નવેદ શેખ.
મેહુલ સોરઠીયા.

Want your organization to be the top-listed Government Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


C Block, 7th Floor, Bahumali, Nanpura
Surat
395009