Natural Health Tips

Natural Health Tips

Share

Providing Natural Health tips to increase the immunity power and give boost the immunity power

02/03/2025

તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સવારે કરવાના ઉત્તમ પગલાં નીચે મુજબ છે:

1. વહેલું ઉઠવું (બ્રહ્મ મુહૂર્તમાં) 🕕

➡️ સવારની 4:30 થી 6:00 વચ્ચે ઉઠવું શ્રેષ્ઠ છે.
➡️ ઉઠતાં જ gratitude (આભારભાવ) અને સકારાત્મક વિચાર કરો.

2. તામ્બા (તામ્ર) પાણી કે ગરમ પાણી પીવું

➡️ 1-2 ગ્લાસ તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી પેટ શુદ્ધ થાય.
➡️ જીરું પાણી / લીમડું પાણી / આંવળા રસ (ડિટોક્સ માટે સારું).

3. દાંત 🦷અને જીભની👅 સફાઈ + ગુંદેલ (ઓઈલ પુલિંગ)

➡️ તુલસી કે મિશ્રી મીઠો ટૂથપેસ્ટ / દંતમંજનથી દાંત સાફ કરો.
➡️ કોથમીર કે તુલસીનો પાન ચાવવું, જે પાચન માટે ઉત્તમ છે.
➡️ ઓઈલ પુલિંગ (તલ/નારિયેળ તેલથી મોઢું ઉકળવું) – દાંત અને ગટ હેલ્થ માટે સારું.

4. મલમૂત્ર વિસર્જન (શુદ્ધિ પ્રક્રિયા)

➡️ સવારમાં અવશ્ય પોટ્ટી જવું – પાચનશક્તિ સારું રહે.
➡️ અગ્નિસાર ક્રિયા (પેટની મસાજ) – કબજિયાત દૂર કરે.

5. યોગ / પ્રાણાયામ / મેડિટેશન🧎🏻

➡️ કપાલભાતી, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા, ઉજયી પ્રાણાયામ – ફેફસા અને ઉર્જા માટે.
➡️ 12 સૂર્યનમસ્કાર, તડકાની ધાર (સૂર્યસ્નાન) – વિટામિન D માટે.

Skyzone 50Pcs Outdoor Travel Portable Compressed Tissue Tablet Face Towel Disposable Magic Towel Tablet Capsules Cloth Coin Wipes Paper Cotton Tissue Expand With Water (Pack Of 50) 26/12/2023

Buy this product on Amazon:

Skyzone 50Pcs Outdoor Travel Portable Compressed Tissue Tablet Face Towel Disposable Magic Towel Tablet Capsules Cloth Coin Wipes Paper Cotton Tissue Expand With Water (Pack Of 50) Coin tissue is made from 100% natural fiber and its shape is just like a coin. It is very soft, Hygienic, durable and environmental friendly product. How to be used : We have to do pour the water to dried form then it grows to its full size. Depending on the water we pour, it can be used as hot o...

02/12/2022

White Hair: કિચનમાં રાખેલા આ બીજથી સફેદ વાળ થઈ જશે કાળા, આ રીતે કરો ઉપયોગ.....

White Hair Problems Solution: કોઈ વ્યક્તિની ઈચ્છા નથી કે તેના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે, તેવામાં સફેદ વાળને ફરી કાળા કરવા માટે તમે સરસવના બીજનો ઉપયોગ કરી શકો છો.

Mustard Seeds For Premature White Hair: પ્રદૂષણ, ટોક્સિક વાતાવરણ, અનહેલ્ધી ડાયટ, ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલ અને મેકિકલ બેસ્ડ પ્રોડક્ટને કારણે આપણા વાળને ખુબ નુકસાન પહોંચ્યું છે. તેનાથી વાળ ખરાબ થવા લાગે છે. સૌથી મોટી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે યુવાનોના માથા પર વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાને કારણે યુવાઓના આત્મવિશ્વાસ પર પણ અસર પડે છે. તેવામાં આ સફેદ વાળને તમે કુદરતી રીતે ફરી કાળા કરી શકો છો.

સરસવના બીજ દ્વારા વાળને કરો કાળા
સફેદ વાળને ફરીથી કાળા કરવા માટે તમે સરસવના બીજનો ઉપયોગ (Mustard Seeds for White Hair) કરી શકો છો, કારણ કે તેના દ્વારા વાળને મૂળમાંથી પોષણ મળશે. સાથે તમે હેર ફોલ, હેર ડેમેજ અને ડેન્ડ્રફની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકશો.

વાળના સ્વાસ્થ્યના મામલામાં સરસવના બીજ ચમત્કાર કરી શકે છે. સરસવના બીજમાં વિટામિન એ હોય છે, જે તે પોષક તત્વ છે જેના દ્વારા સ્કેલ્પના પોષણ અને હેર રિઝેનરેશન (Hair Regeneration) અને કોલાજેન (Collagen) ને બૂસ્ટ કરવામાં મદદ મળે છે.

આ સિવાય સરસવના બીજોમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 અને વિટામિન ઈ જેવા મહત્વના ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે બાળકને મજબૂતી આપવા સાથે તેને કાળા કરવામાં મદદ કરે છે. વિટામિન ઈમાં એન્ટી ઓક્સિડેન્ટ પ્રોપર્ટીઝ જોવા મળે છે જે સ્કેલ્પમાં ફ્રી રેડિકલ એક્ટિવિટીને રોકે છે.

આ પણ વાંચોઃ Garlic Benefits: શિયાળામાં રામબાણ ઇલાજ છે કાચુ લસણ, આ બીમારીઓથી બચાવશે

સરસવના બીજનો આ રીતે કરો ઉપયોગ
1. તેલનો કરો ઉપયોગ
સરસવના બીજમાંથી કાઢવામાં આવેલું તેલ વાળના સ્વાસ્થ્ય માટે કોઈ ઔષધિથી ઓછુ નથી. સૌથી પહેલા તેલને ગરમ કરી લો અને પછી તેને બાળ અને સ્કેલ્પ પર માલિશ કરો. તેનાથી મૂળમાં લોહીનું ભ્રમણ વધી જશે અને ધીમે-ધીમે વાળ ડાર્ક થવા લાગશે.

2. હેર માસ્ક કરો તૈયાર
સૌથી પહેલા સરસવના બીજને પીસી લો અને તેને સુકવીને પાઉડર તૈયાર કરી લો. હવે એક વાસણ લો અને તેમાં એક ચમસી સરસવનો પાઉડર અને એક ઈંડુ મિક્સ કરો. તેમાં નાળિયેર અને એરંડિયાનું તેલ મિક્સ કરતા હેર માસ્ક તૈયાર કરો. અંતમાં શેમ્પૂ અને પાણીથી વાળ ધોઈ લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે તેને અપનાવતા પહેલાં કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

19/08/2022

હવે ગમે તેટલી મીઠાઈ ખાશો તો પણ નહીં થાય ડાયાબિટીસ

દરેકને ઘરના રસોડામાં એલચી હોય જ છે. એલચી નો ઉપયોગ સૌથી વધારે મીઠાઈ બનાવવામાં અને ચામાં થાય છે. એલચી ના કારણે મીઠાઇનો સ્વાદ અને સુગંધ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુગંધી ઈલાયચી તમારા સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે ?

આજે તમને જણાવીએ કે જો તમે ગરમ પાણીમાં એલચી ઉમેરીને પીશો તો તમારા શરીરને કેટલા લાભ થશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ રીતે એલચીનું સેવન કરવાથી વર્ષો જૂની બીમારીને પણ દૂર કરી શકાય છે. કારણકે એલચીમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરને નિરોગી રાખે છે.

ગરમ પાણી સાથે એક ચમચી લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેના કારણે ડાયાબિટીસ વધવાનું જોખમ દૂર થાય છે. એલચીવાળું પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં છ એલચી નાખી ને રાત્રે પાણી ને ઢાંકી દો.

સવારે આ પાણીને ઉકાળવું. પાણી અડધો લીટર બચે ત્યારે ગેસ બંધ કરી દેવો. ત્યાર પછી આ પાણીને ગાળી લેવું અને દિવસમાં ત્રણથી ચાર વખત પીવું. આ રીતે રોજ એલચીનું પાણી તૈયાર કરવાનું છે.

આ રીતે તૈયાર કરેલું પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને ખૂબ જ લાભ થાય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને શરીરમાં ઇન્સ્યુલિન વધે છે.

આ પાણી રોજ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે એલચીવાળું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી નિયમિત પેટ સાફ આવે છે.

જે લોકોનું વજન વધારે હોય તેમણે આ પાણી પીવાની શરૂઆત કરી દેવી. આ પાણી પીવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને વજન પણ ઘટે છે.

એલચી માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ આ પાણી મારફતે શરીરમાં જાય છે અને શરીરની ચરબીને ઝડપથી ઉતારે છે. તેનાથી શરીરમાં જન્મેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

જે લોકોનું કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે રોજ આ પાણી પીવું જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં આવે છે અને હૃદય રોગનું જોખમ રહેતું નથી. તેનાથી ધમનીઓમાં જામેલ કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે. જેના કારણે હાર્ટ અટેક આવતો નથી

19/08/2022

આ વનસ્પતિનું ફૂલ છે રામબાણ ઈલાજ, ગમે તેવી જૂની ડાયાબિટીસ હશે તો પણ થઈ જશે કંટ્રોલ

તંદુરસ્ત શરીર માટે ઘણીવાર ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ફળોનું સેવન માત્ર તંદુરસ્ત શરીર માટે જ નહીં, પણ અનેક રોગોથી રાહત મેળવવા માટે પણ જરૂરી માનવામાં આવે છે. આ ફળોમાં સૌથી ખાસ છે દાડમ.

દાડમ તેના સ્વાદ તેમજ ગુણ માટે પ્રખ્યાત હોય છે. દાડમના દાણાથી લઈને છાલ, તેના ઝાડ પરના ફૂલો પણ ઘણી સમસ્યાઓમાં વપરાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમને ડાયાબિટીસ હોય તો તમારે દાડમના ફૂલોનો ઉપયોગ કરવો જ જોઇએ.

તમને જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીએ લોહીમાં ગ્લૂકોઝનું સ્તર નિયંત્રિત કરવાનું હોય છે, જે દાડમના ફૂલોથી કરી શકાય છે. ખરેખર દાડમના ફૂલોમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ અને ફાયટોકેમિકલ્સ રિસર્વર થાય છે. જેના દ્વારા ડાયાબિટીસથી થતી અન્ય સમસ્યાઓ ઓછી કરી શકાય છે. ચાલો દાડમના ફૂલોના ફાયદાઓ વિશે જાણીએ.

દાડમના ફૂલ પર સંશોધન- વર્ષ 2008માં ડાયાબિટીસ, ઓબેસિટી અને મેટાબોલિઝમના જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, દાડમના ફૂલોમાં પીપીએઆર- આલ્ફા/ગામા ગુણ હોય છે.

દાડમના ફૂલના આ ગુણ ફેટી એસિડ શોષણ અને ઓક્સિડેશન, સોજો અને વેસ્ક્યુલર ફંક્શનને ન માત્ર નિયંત્રિત કરવાનું કામ કરે છે. પરંતુ તે બ્લડ ગ્લૂકોઝ સ્તરને પણ સંતુલિત રાખે છે. એટલું જ નહીં, દાડમના ફૂલોનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં ડાયાબિટીસની સારવાર માટે કરવામાં આવે છે.

આ વસ્તુનો ભય ઘટે છે- ઓક્સિડેટીવ તણાવ ડાયાબિટીસના દર્દીઓને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. તમને જણાવી દઈએ કે ઓક્સિડેટીવ સ્ટ્રેસ દ્વારા મગજના કોષોને નુકસાન પહોચે છે, જે મગજની કાર્યક્ષમતાને પણ અસર કરી શકે છે.

પરંતુ જો દાડમના ફૂલોનું સેવન કરવામાં આવે તો તે ઓક્સિડેટીવ સ્ટ્રેસનું જોખમ ઘટાડે છે અને મગજ યોગ્ય રીતે કામ કરતું રહે છે. આ ઉપરાંત વર્ષ 2011 માં હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દાડમના ફૂલોનું સેવન કરે છે, તેની યાદશક્તિમાં પણ સુધારો થવા લાગે છે.

દાડમના ફૂલનો ઉપયોગ- અભ્યાસો અનુસાર, જો તમને ડાયાબિટીસ છે, તો પછી તમે ડાયાબિટીસ દવાઓ સાથે દાડમ ફૂલ પૂરક લઈ શકો છો. આ દ્વારા સંજ્ઞાનાત્મક કાર્ય યોગ્ય રીતે થાય છે. બીજી બાજુ, જો તમને ડાયાબિટીસ થવાની સંભાવના છે.

તો પછી તમે તમારા આહારમાં કાચા દાડમના ફૂલોનો સમાવેશ કરી શકો છો. આ ડાયાબિટીસ થવાનું જોખમ અમુક અંશે ઘટાડી શકે છે. પરંતુ જો તમને તેના સેવનને કારણે કોઇપણ પ્રકારની એલર્જી કે અન્ય સમસ્યા હોય તો તેનું સેવન બંધ કરો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

Want your business to be the top-listed Beauty Salon in Vapi?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Vapi
396195