Ekatra Foundation
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ekatra Foundation, Book shop, Durham, NC.
06/16/2026
'એકત્ર' ગ્રંથગુલાલ
'ગુજરાતી નારીસંપદા : વિવેચન'
સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ
https://wiki.ekatrafoundation.org/wiki/નારીસંપદાઃ_વિવેચન
‘ગુજરાતી નારીસંપદા : વિવેચન’ ગુજરાતી લેખિકાઓની વિવેચનપ્રવૃત્તિનો મહત્વપૂર્ણ સંચય છે. ગુજરાતી વિવેચનસાહિત્યમાં લેખિકાઓનું યોગદાન પ્રમાણમાં ઓછું ચર્ચાયું છે. સર્જનાત્મક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં બહેનોની સક્રિયતા જેટલી જોવા મળે છે, તેટલી સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં જોવા મળતી નથી. આ ગ્રંથમાં ૬૮ લેખિકાઓના પસંદગીના વિવેચનલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંપાદન ગુજરાતી લેખિકાઓની વિવેચનપ્રવૃત્તિની સંક્ષિપ્ત પરંતુ વ્યાપક ઝાંખી રજૂ કરે છે. વિવિધ સાહિત્યિક અને વિવેચનાત્મક પાસાંઓને આવરી લેતા લેખો દ્વારા અહીં ગુજરાતીમાં સ્ત્રીલેખકો દ્વારા થયેલી વિવેચનાનું વૈવિધ્યસભર ચિત્ર ઉપસે છે.
ગુજરાતી નારી-વિવેચનાનો સુરેખ આલેખ આપતો આ મૂલ્યવાન ગ્રંથ હવે ‘એકત્ર’ પર ડિજિટલ સ્વરૂપે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
https://ekatrafoundation.org
06/07/2026
'એકત્ર' ગ્રંથગુલાલ
‘સફરના સાથી’ – રતિલાલ ‘અનિલ’
https://wiki.ekatrafoundation.org/wiki/સફરના_સાથી
૧૯૪૨માં સ્થાપિત ‘મહાગુજરાત ગઝલમંડળ’ ગુજરાતી ગઝલપ્રવૃત્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. રતિલાલ ‘અનિલ’ તેના મંત્રી રહ્યા અને મુશાયરાની પ્રવૃત્તિ ગુજરાતભરમાં સક્રિય રહી. મુશાયરાની પ્રવૃત્તિએ કેટલાય શાયરોને લખતા કર્યા ને કેટલાયને લખતા રાખ્યા. આ પ્રવૃત્તિ દરમિયાન ‘અનિલ’ને શયદાની પેઢીના લગભગ તમામ શાયરો સાથે અંગત પરિચય અને ઘરોબો બંધાયો. સફરના આ સાથીઓની ગોઠડી તેમણે અહીં માંડી છે. તેમાં રેખાચિત્રો, સ્મરણના અંશો, નોંધપાત્ર શેરો અને ગઝલો સમાવાયા છે. ક્યાંક શેર કે ગઝલને ઝીણી નજરે તપાસી તેનું સૌંદર્ય પણ ઉઘાડી આપ્યું છે.
આ પુસ્તક વિશે:
🔹 દરેક પ્રકરણમાં અલગ અલગ શાયરનો પરિચય અપાયો છે, પરંતુ સૌ શાયરો ‘મહાગુજરાત ગઝલમંડળ’ સાથે જોડાયેલા હોવાથી પુસ્તકનો એકાકાર પિંડ ઘડાય છે.
🔹 આ શાયરોના રેખાચિત્રો પરલક્ષી નહીં પરંતુ આત્મલક્ષી છે. દરેક શાયર પોતાની સાથે કેવી રીતે સંકળાયેલો હતો, એ દૃષ્ટિબિંદુથી લેખકે અહીં વાત માંડી છે.
🔹 રતિલાલ અનિલે આ પુસ્તકમાં ૨૬ ગઝલકારોની ઓળખ આપીને ગુજરાતી ગઝલના ઇતિહાસની ઓળખ કરાવી છે.
🔹 આ પુસ્તક આમ તો ચરિત્રનિબંધ છે, પરંતુ ગુજરાતી મુશાયરાનો ઇતિહાસ પણ છે. તેથી તેનું દસ્તાવેજી મૂલ્ય અનેકગણું વધી જાય છે.
ગુજરાતી ગઝલપરંપરા અને શાયરોના જીવંત સંસ્મરણોને હવે ડિજિટલ સ્વરૂપે એકત્ર પર વિનામૂલ્યે વાંચી શકાય છે.
https://ekatrafoundation.org/
05/12/2026
'એકત્ર' ગ્રંથગુલાલ
'સમગ્રમાંથી સઘન - વિવેચનશ્રેણી'
ઉમાશંકર જોશી
સંપાદક : મણિલાલ હ. પટેલ
શ્રેણી - સંપાદક : રમણ સોની
https://wiki.ekatrafoundation.org/wiki/સમગ્રમાંથી_સઘન-વિવેચનશ્રેણી_–_ઉમાશંકર_જોશી
'એકત્ર' સંકલિત ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’નો અઢારમો મણકો આપ સૌ માટે
ગુજરાતી સાહિત્યના અગ્રણી વિવેચક ઉમાશંકર જોશીની વિવેચનદૃષ્ટિ, સાહિત્યચિંતન અને સાહિત્યસ્વાધ્યાયનો નજીકથી પરિચય આપતો આ વિશિષ્ટ ગ્રંથ હવે એકત્ર પર ઉપલબ્ધ છે.
✨ કુલ ૧૧ વિવેચનગ્રંથોમાંથી પસંદ કરાયેલા ૨૬ પ્રતિનિધિ લેખો
✨ અભ્યાસીઓ, સંશોધકો અને સાહિત્યરસિકો માટે અમૂલ્ય સંપાદન
✨ સિદ્ધાંતલક્ષી, સર્જકલક્ષી, પ્રવાહદર્શન તેમજ પ્રત્યક્ષ વિવેચનના લેખો
'સ્કોલર, પૉએટ એન્ડ ક્રિટિક' તરીકે ઓળખાતા ઉમાશંકર જોશીની વિવેચના આજે પણ નવી પેઢીને પ્રેરણારૂપ છે.
📖 ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’ આપ 'એકત્ર' પર વિનામૂલ્યે વાંચી શકો છો
https://ekatrafoundation.org/
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Durham, NC